મોરબી રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ

બંને પક્ષે મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

 

 

ઘૂટું ગામની સીમમાં આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે બાળકો ફટાકડા ફોડતા હોય જે બાબતે માથાકૂટ થયા બાદ બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ ધ્રાંગધ્રા હાલ મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉ.વ.૩૪) નામની મહિલાએ આરોપીઓ ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, હઠીસિંહ, શિવરાજ ભાટી, દિલુભા અને શક્તિ દિલુભા રહે બધા રામકો વિલેજ સોસાયટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભક્તિબેનનો દીકરો ઘર પાસે ફટાકડા ફોડતો હતો જેથી ફરિયાદી લક્ષ્મીબેને આ બાબતે કહેતા તેનો ખાર રાખી આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઈને આવી લક્ષ્મીબેનના ઘરના દરવાજામાં લાકડાના ધોકાના ઘા મારી ફરિયાદીને ગાળો આપી હતી અને અન્ય આરોપીઓ માર મારવા માટે ઉશ્કેરી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી

 

જયારે સામાપક્ષે ભક્તિબા હઠીસિંહ પઢીયાર (ઉ.વ.૩૦) વાળાએ આરોપી લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભક્તિબા શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બોલાચાલીનું સમાધાન કરવા આરોપી લક્ષ્મીબેનના ઘરે ગયા હતા ત્યારે બોલાચાલી કરી લાકડીનો એક ઘા માથામાં મારી ભક્તિબાને માથામાં અને તેની સાથે આવેલ ગીતાબેનને હાથમાં એક ઘા મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.