



મોરબી જીલ્લાના ચકચારી વઘાસીયા બોગસ ટોલનાકા કાંડમાં સંડોવાયેલ આરોપીને રાજકોટ રેંજ ટીમે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલા બુલેટ સાથે ઝડપી લીધો હતો કપટ કે ઠગાઈ કરવાના ઈરાદે બુલેતમાં ખોટા નંબરનો ખરા તરીકે ઉપયોગ કરી બુલેટ લઈને નીકળતા રાજકોટ રેંજ ટીમે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલીપ્ત રાય રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેન્જમાં ગુનાહિત પ્રવૃતિના બદઈરાદે તેમજ પ્રજામાં ધાક જમાવવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી લેવાની સુચના અન્વયે રાજકોટ રેંજ પીઆઈ અર્પૂવ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી એન મોરી, બી સી મિયાત્રા, સી એમ કાંટેલીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી વાંકાનેર હાઈવે પર વઘાસીયા ગામ નજીકથી આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા રહે જુના વઘાસીયા વાળાને ઝડપી લીધો હતો
જે આરોપી કપટ કે ઠગાઈ કરવાના ઈરાદે પોતાના કબ્જાના બુલેટ મોટરસાયકલ જેના ખરા નંબર જીજે ૦૧ યુઈ ૯૮૮૮ હોવા છતાં ખોટી નંબર પ્લેટ જીજે ૦૧ યુડી ૯ બનાવડાવી બુલેટમાં લગાડી ખરા તરીકે ઉપયોગ કરતો હતો આરોપીને ઝડપી લઈને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૩૩૬(ર), ૩૩૬(૩), ૩૪૦(ર) મુજબનો ગુન્હો દાખલ કરવી આરોપી અને બુલેટ બાઈક આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવામાં આવ્યા છે