



મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ ૨ કેનાલમાંથી હાલ ખેડૂતો માટે આગોતરા વાવેતર માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીનો પ્રવાહ વહી રહ્યો છે દરમિયાન આજે સવારે કેનાલ ઓવરફલો થઇ હતી અને લાખો લીટર પાણી રોડ પર ફરી વળતા અવની ચોકડી પાસે વગર વરસાદે પાણીના તલાવડા ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા
મોરબીની અવની ચોકડી પાસે લાખો લીટર પાણી રોડ પર ફરી વળ્યું હતું મચ્છુ ૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને કેનાલ ઓવરફલો થતા પાણી રોડ પર ફરી વળ્યું હતું કેનાલ ઓવરફલો થતા વાહનચાલકો માટે વગર વરસાદે ચોમાસા જેવો અનુભવ જોવા મળ્યો હતો મચ્છુ ૨ કેનાલ મોરબી શહેરમાંથી પસાર થાય છે જ્યાં સ્થાનિકો, શોપિંગ સેન્ટર, દુકાનો અને લારી-ગલ્લા ધારકો કચરો કેનાલમાં ફેંકતા હોવાથી કેનાલ બ્લોક થાય છે અને પાણી ઓવરફલો થતું હોય છે તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે
કેનાલ ઓવરફલો મામલે અધિકારી ડી એમ રતનપરાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની માંગણી અન્વયે પાણી છોડવામાં આવી રહ્યું છે ખેડૂતોને પાણી મળે તે માટે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં એસપી રોડથી રવાપર ચોકડી સુધી રોડના કામ ચાલે છે અને પાણી ભરાતા સ્થાનિકો કેનાલ બાજુ દીવાલમાં હોલ કરતા હોય છે જેને પગલે ઓવરફલો થાય છે હાલ કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડ્યો છે