



ટંકારા પોલીસે જૂની કોર્ટ વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં વર્લી-ફીચરના આંકડા પર જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, ટંકારા પોલીસની ટીમ દ્વારા જૂની કોર્ટ વાળી શેરીમાં રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન સંજય દેવજીભાઇ વિઠલાપરા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે વર્લી-ફીચરના આંકડા લખી પૈસાની લેતી-દેતી કરતા ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ જપ્ત કરી છે અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.