માળિયા : છરી બતાવી ભંગારનો ડેલો ખાલી કરી નાખ્જે નહીતર પતાવી દેશું કહીને ધમકી
કૌટુંબિક કાકાના દીકરા સાથે ચાલતા મનદુઃખ મામલે આધેડ સાથે બે ઈસમોની માથાકૂટ


માળિયા તાલુકાના પંચવટી ગામમાં કૌટુંબિક કાકાના દીકરા સાથે ચાલતા મનદુઃખનો ખાર રાખી બે ઈસમો કાર લઈને આવી આધેડને છરી બતાવી મારવા દોડ્યા હતા અને ડેલો ખાલી કરી દેખે જો અહી દેખાયો તો જાનથી મારી નાખશું કહીને ધમકીઓ આપી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયા (મી.) તાલુકાના ખીરઈ ગામના રહેવાસી સુલ્તાન રહેમાન સામતાણી (ઉ.વ.૪૭) વાળાએ આરોપીઓ ઇકબાલ હાજી મોવર અને રણમલ દિલાવર સામતાણી રહે બંને ખીરઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કૌટુંબિક કાકાના દીકરા અલ્તાફને સામાવાળાઓ સાથે મનદુઃખ ચાલતું હતું જેથી અલ્તાફે ભાડે રાખેલ ભંગારના ડેલે ફરીયાદી રાત પાળીમાં ચોકીદારી કરતા હતા જ્યાં પંચવટી ગામના પાટિયા પાસે ભંગારના ડેલે આરોપીઓ કાળા કલરની સ્કોર્પીઓ કાર લઈને આવી સુલતાનને ગાળો આપવા લાગ્યા હતા જેથી ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને છરીઓ કાઢી સુલતાન તરફ દોડ્યા હતા
છરી બતાવી ડેલો ખાલી કરી દેજો જો અહિયાં દેખાણો તો જાનથી મારી નાખીશ અને કહી દેજે અલ્તાફને ભંગારનો ડેલો ખાલી કરી દે નહીતર બંનેને પતાવી દેશું કહીને જતા રહ્યા હતા આમ બંને આરોપીઓએ છરી બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે