

મોરબીના વિદ્યુતનગર પાસે સોસાયટીમાં જુગાર રમતા છ ઝડપાયા
શહેરના સામાકાંઠે વિદ્યુતનગર પાસે સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૧૭,૯૫૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે વિદ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં ૦૧ પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અનીલ મગનભાઈ કડીવાલ, રવિ રમેશભાઈ મુજારીયા, વિપુલ નરસંગભાઈ બાલસરા, વિરલ વિભાભાઈ મેવાડા, અનીલ કુવરજીભાઈ મુજારીયા અને મિલન પરષોતમભાઈ સિદ્પરા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૯૫૦ જપ્ત કરી છે
મોરબીના ઇન્દિરાનગરમાં જાહેર જુગાર રમતી બેલડી ઝડપાઈ
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં જુગારની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કનુભાઈ વાલજીભાઈ વાઘેલા અને નટુભાઈ બાબુભાઈ લુવારીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૩૨૦૦ જપ્ત કરી છે