


મોરબીના દલવાડી સર્કલ આગળ આવેલ સતવારા પરિવારો વસવાટ કરે છે તેવા વાડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ સાઈટ બનાવવાની હિલચાલનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ડમ્પિંગ સાઈટ બનતી હોવાથી જન આરોગ્ય પર ખતરો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તો ડેપ્યુટી કમિશ્નર દ્વારા બંધ બોડીનું ટ્રાન્સફર સ્ટેશન હોવાથી કોઈ આરોગ્યના પ્રશ્નો નહિ હોવાનું જણાવ્યું હતું
મોરબીના દલવાડી સર્કલ આગળ આવેલ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ બનાવવા કોર્પોરેશન ટીમે કામગીરી શરુ કરી હોવાની હિલચાલને પગલે સ્થાનિકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહી કપોરી, શિયાળ, રોલા રાતડીયા સહિતના વાડી વિસ્તાર આવેલ છે વિસ્તારમાં બાળકો રમતા હોય છે ડમ્પિંગ સાઈટથી આરોગ્ય પર ખતરો સર્જાય તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ ઉઠયો હતો તો અન્ય યુવાને જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઈટ તેના ઘરની સાવ નજીક બની રહ્યું છે સરકારી જગ્યા છે તો અહી બગીચો કે શાળા બનવી જોઈએ ડમ્પિંગ સાઈટ રહેણાંક વસ્તી નજીક ના હોવું જોઈએ તેવો નિયમ છે પરંતુ નિયમોનો ઉલાળિયો કરી તંત્ર ડમ્પિંગ સાઈટ બનાવી રહ્યું છે
જે મામલે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત વેસ્ટ પ્રોસેસ પ્લાન્ટ, mrf સેન્ટર, ટ્રાન્સફર સ્ટેશન અને cnd વેસ્ટ માટે પ્લાન્ટ મંજુરી મળી છે અગાઉ નગરપાલિકા હતી ત્યારે તેની માલિકીની જગ્યા ના હતી અને કોર્પોરેશન પાસે પણ પોતાની માલિકીની આવી જગ્યા ના હોવાથી વજેપર સર્વે નં ૭૭૪ અને મહેન્દ્રનગર સર્વે નં ૨૧ માં ૧-૧ હેક્ટર જગ્યા માંગણી કલેકટર પાસે કરી હતી જેની અધિકારીઓએ વિઝીટ કરી હતી અને કામગીરી માટે કાર્યવાહી ચાલી રહી છે તો લોકોના વિરોધ અને જન આરોગ્ય અંગેના પ્રશ્નનો જવાબ આપતા ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે ટ્રાન્સફર સ્ટેશન બની રહ્યું છે જ્યાં નાના વાહનો દ્વારા એકત્ર થતો ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન અહી કરવામાં આવે અને બાદમાં મોટા વાહનમાં ભરીને ડમ્પિંગ સાઈટમાં લઇ જવાય છે જેથી ફયુલ બચત થઇ સકે જે કામગીરી માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બંધ બોડી ટ્રાન્સફર સ્ટેશન હોવાથી આરોગ્ય પ્રશ્ન રહેતા નથી