મોરબી : કોંગ્રેસ ઉમેદવારોને ડરાવતા-ધમકાવતા હોવાના આક્ષેપો મામલે બંને પક્ષ સામસામે
કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા, ભાજપ પ્રમુખે આરોપો નકાર્યા




સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે ફોર્મ ભરવાની અને ફોર્મ ચકાસણી કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને હવે ફોર્મ પરત ખેંચવાનો બુધવારે અંતિમ દિવસ છે ત્યારે રાજકીય પક્ષોને તૂટ ફૂટનો ડર સતાવી રહ્યો છે કોંગ્રેસે મહાનગરપાલિકાના ચાર ઉમેદવારોને અજ્ઞાતસ્થળે મોકલી દીધા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
ફોર્મ ચકાસણી બાદ હવે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જે પૂર્વે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જે મામલે કોંગ્રેસ અગ્રણી જયેશ કાલરીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે મહાપાલિકાના કોંગ્રેસ પક્ષના ચાર ઉમેદવારોને પૈસાની લાલચ આપી, ડરાવવા અને ધમકાવવાનું શરુ કરવામાં આવતા હાલ ચાર ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલવામાં આવ્યા છે ભાજપ પક્ષ હારના ડરથી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરી રહી છે સત્તાના મોહમાં મતદારોના મતદાન અધિકાર છીનવી તાકાતથી સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ હજુ અનેક સમસ્યા છે અને હારના ડરથી કોંગ્રેસ ઉમેદવારોને ડરાવી-ધમકાવી તેમજ આર્થિક લાલચ આપી બિનહરીફ સત્તા પ્રાપ્ત કરવાના ખેલ કરવામાં આવી રહ્યા છે જેથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા છે
કોંગ્રેસ હારના ડરથી બેબુનિયાદ આરોપો લગાવે છે : ભાજપ પ્રમુખ
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ કોંગ્રેસના આક્ષેપો સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે કોંગ્રેસને હારનો ડર સતાવી રહ્યો છે અને તે ડરના માહોલમાં તે ભાજપ વિરુદ્ધ ખોટા પાયા વિહોણા આરોપો લગાવી રહ્યા છે