શનાળા નજીક કાર સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ લાગી, વહેલી સવારે કાબુમાં આવી




શનાળા નજીક આવેલ કાર સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રીના આગ લાગી હતી જેથી મોરબી ફાયરની ચાર ટીમોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં સર્વિસ સેન્ટરમાં રહેલી મોંઘી કારો બળીને ખાખ થવા પામી હતી
મોરબીના શનાળા નજીક રાજપર ચોકડી પાસે ટેકઝો કાર સ્ટુડિયોમાં મોડી રાત્રીના આગ લાગી હતી જેથી મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી જોકે આગ ભીષણ હોવાથી ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકી વધુ બે મીની ફાયર ફાયટર લઈને પહોંચ્યા હતા તેમજ બેકઅપ માટે વધુ એક મીની ફાયર સહીત કુલ ચાર ફાયરની ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો આગને પગલે કાર સર્વિસ સેન્ટરમાં રહેલી ૧૧ માંથી ૧૦ કારો બળીને ખાખ થઇ હતી તેમજ શેડને પણ નુકશાન પહોંચ્યું હતું આગને પગલે લાખોની નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે