વોર્ડ નંબર 5 ના ભાજપના યુવા, શિક્ષિત ઉમેદવાર ભગીરથ મનસુખભાઈ બરાસરાની મતદારોને અપીલ..

          મોરબી હવે મહાનગરપાલિકા બની ચૂક્યું છે, ત્યારે આપણા વોર્ડ નંબર 5 ને પણ આધુનિક અને સુવિધાજનક બનાવવાનો સમય આવી ગયો છે. પિતા મનસુખભાઈ બરાસરાના સેવાના વારસાને આગળ ધપાવતા અને કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં હંમેશા લોકોની પડખે ઊભા રહેનાર યુવા અને શિક્ષિત ઉમેદવાર ભગીરથ બરાસરાએ વોર્ડના સર્વાંગી વિકાસનો સંકલ્પ લીધો છે.

 

વોર્ડ નંબર 5 માટેનું વિઝન:

 

સગવડયુક્ત અને આધુનિક આરોગ્ય કેન્દ્ર

વિદ્યાર્થીઓ માટે બેસ્ટ લાઈબ્રેરી (જ્ઞાન કેન્દ્ર)

હરવા-ફરવા માટે સુંદર બાગ-બગીચાનું નિર્માણ

સામાજિક પ્રસંગો માટે બેસ્ટ કોમ્યુનિટી હોલ

રોડ, રસ્તા, લાઈટ, ગટર અને પાણી જેવા પ્રાથમિક પ્રશ્નોનું ઝડપી અને કાયમી નિરાકરણ

 

આવનારી 26 એપ્રિલ 2026 ના રોજ લોકશાહીના આ મહાપર્વમાં અચૂક મતદાન કરીએ. કમળના નિશાન પર બટન દબાવી ભગીરથ બરાસરા અને ભાજપની પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવીએ.

તમારો એક કિંમતી મત આપણા વિસ્તારનું ભવિષ્ય બદલી શકે છે!

Leave A Reply

Your email address will not be published.