મોરબીમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ

 

મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું બનાવ મામલે ભોગ બનેલ સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરા માનસિક અસ્વસ્થ હોય જે અવસ્થાનો લાભ ઉઠાવી એક ઇસમ અપહરણ કરી ગયો હત અને માનસિક અસ્વસ્થ સગીરાને હવસનો શિકાર બનાવી હતી જે બનાવ મામલે ભોગ બનનાર સગીરાના પરિવારે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સંજય મનુભાઈ સુરેલા રહે ટીંબડી વાળો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યું છે

Leave A Reply

Your email address will not be published.