માળિયા હાઈવે પર કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી, ૧.૧૬ લાખનો દારૂ ઝડપાયો
દારૂ અને કાર સહીત ૨.૧૬ લાખની મત્તા સાથે એકની ધરપકડ




મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે ૧.૧૬ લાખના દારૂ સહીત ૨.૧૬ લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી અનુસંધાને ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરતી હોય દરમિયાન કચ્છ તરફથી સેન્ટ્રો કાર જીજે ૦૧ એચએમ ૦૧૧૦ વાળીમાં પાછળની સીટમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપી લેવામાં આવી હતી પોલીસે કારમાં ચોરખાનું બનાવી છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલ કીમત રૂ ૧,૧૬,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે દારૂ અને કાર કીમત રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૨,૧૬,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ઘનશ્યામભાઈ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૨૮) રહે કીડિયાનાગર તા. રાપર કચ્છ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે