મોરબી બગથળા રોડને ફોર લેન બનાવવા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર



મોરબીથી બગથળા જતા રોડને ફોરલેન આરસીસી રોડ બનાવવા માટે સામાજિક કાર્યકર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે

મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબીથી બગથળાના રોડને ફોરલેન આરસીસી બનાવવો જરૂરી છે રોડ બિસ્માર હાલતમાં છે જેથી ગ્રામજનો, ખેડૂતો, મહીઉલાઓ અને બાળકો તેમજ સીનીયર સીટીઝનોને હાલાકીનો સામનો કરવો પડે છે અપડાઉન કરનાર નોકરિયાત, વિદ્યાર્થીઓ અને ખેત મજુરોની સંખ્યા પણ નોંધપાત્ર છે જે અકસ્માતો નિવારવા આરસીસી ફોરલેન રોડ ડિવાઈડર સાથે બનાવવો જરૂરી છે તેમજ વાવડી ચાર રસ્તા મોરબી બાયપાસને પણ અકસ્માત નિવારણ માટે ઓવરબ્રિજ અનિવાર્ય છે જ્યાં અવારનવાર અકસ્માતો થતા હોય છે જેથી યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે