મોરબીના સંસ્કારધામ સેન્ટરમાં રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરમાં રાહતદરે કાર્યરત ફીઝીયોકેર ફીઝીયોથેરાપી એન્ડ રિહેલીબીટેશન સેન્ટરને સફળતાપૂર્વક ૧ વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે તા. ૦૪ ને રવિવારે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરેલ છે

તા. ૦૪ જુલાઈ ને રવિવારે સવારે ૦૮ : ૩૦ થી ૧૨ : ૩૦ દરમિયાન શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે જેમાં સાયટીકા, ગાદી ખાસ્વી, સાંધાના વા, ઘૂંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા સહિતના દુખાવા તેમજ ફેકચર અને સાંધા બદલાવ્યા બદ્નીની સારવાર સહિતની સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે

જે કેમ્પમાં ફીઝીયોકેર સેન્ટરના હેડ ડો. કેશા અગ્રવાલ અને તેની ટીમ સેવા આપશે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ફ્રી કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૮૧૬૦૨ ૮૨૪૫૬ અને ૯૮૯૮૬ ૪૫૬૭૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.