


પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ શત્તાબદી મહોત્સવ અંતર્ગત હળવદ તાલુકમાં રહેલા તમામ બુથના બુથ વિસ્તારકો દ્વારા ઘરે-ઘરે જઈને બુથ લેવલની કામગીરી કરવામાં આવી હતી.હળવદ તાલુકામાં બુથ વિસ્તારકોને રાજ્યના મંત્રી જયંતી કવાડિયા દ્વારા ૧૪૨ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્ર સરકારના પુરા થયેલા ૩ વર્ષની સિદ્ધિ,ગુજરાત સરકારના છેલ્લા ૩ વર્ષની સિદ્ધિ,બુથ સંચાલકના ફોર્મ તથા સ્ટીકરનો સમાવેશ થાય છે.બુથ વિસ્તારકો દ્વારા પોતાના બુથ વિસ્તારમાં જઈને કીટમાં રહેલા સ્ટીકરને ઘરે-ઘરે ચોટાડવામાં આવ્યા હતા.આ અભિયાનને સફળ બનાવવા તેમજ કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી જયંતીભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પૂરો થયા બાદ જયંતીભાઈ કવાડિયાનું પોતાના બુથ વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને જયંતીભાઈ કવાડિયાએ લોકો સાથે બેસી વડાપ્રધાન મોદીની મન ની વાત સાંભળી હતી.

