મોરબી શહેરમાં એલઈડી લાઈટોનો થશે જગમગાટ, શું છે પાલિકાનું આયોજન ?

રોશનીના જગમગાટ સાથે વીજળીની પણ બચત

રાજ્ય સરકારની યોજના અંતર્ગત મોરબી પાલિકાના હદ વિસ્તારમાં વિવિધ મુખ્યમાર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ૧૪૦૦૦ થી ૧૫૦૦૦ એલઇડી લાઈટોના પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં અગાઉ સ્ટ્રીટ લાઈટોમાં વપરાતી ટ્યુબલાઈટમાં  ૪૦ વોલ્ટ જેટલી વીજળી વપરાતી હતી તેના સ્થાને ૧૮ વોલ્ટની એલઇડી લાઈટો મુકવામાં આવી રહી છે તેમજ જ્યાં ૪૦૦ થી વધુ વોલ્ટના હેલોજન મુકવામાં આવેલા તે સ્થળો પર ૨૨૦ વોલ્ટની એલઇડી લાઈટો લગાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારના પ્રોજેક્ટ હેઠળ તમામ ખર્ચ રાજ્ય સરકાર જ ઉઠાવશે એટલું જ નહિ પરંતુ સાત વર્ષ સુધી તમામ લાઈટોના મેન્ટેનન્સ અને રીપેરીંગ ખર્ચ પણ સરકાર ભોગવશે. એલઇડી લાઈટોથી વીજળીની બચત થશે જેથી બચત કરેલી રકમ અન્ય વિકાસકામોમાં વાપરી શકાશે. મોરબી શહેરમાં ૧૪૦૦૦ થી પણ વધુ એલઇડી લાઈટો લગાવવાની કામગીરી શરુ થઈ ચુકી છે અને ૫૨ દિવસની સમયમર્યાદામાં કામ પૂર્ણ થઈ જશે તેમ પણ પાલિકા કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ વાતચીતમાં મોરબી નગરપાલિકા પ્રમુખ નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે  રાજ્ય સરકાર દ્વારા શહેરમાં ૧૪૦૦૦ થી વધુ એલઇડી લાઈટો ફીટ કરવા માટે કોન્ટ્રાકટ આપી દેવાયો છે જે કામ સમયમર્યાદામાં પૂર્ણ થઈ જશે. હાલ પાલિકાનું ૧૨ લાખથી વધુનો જે લાઈટબીલ આવે છે તેમાં ૫૦ ટકા જેટલી બચત થશે. વીજળીની બચત માટેના સરકારના પ્રયાસોના અનુસંધાને આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જેથી શહેરના તમામ માર્ગો રોશનીથી ઝળહળી ઉઠશે અને વીજળીની પણ બચત કરી શકાશે

 

Comments
Loading...
WhatsApp chat