ટંકારાના મકાનમાંથી ધોળે દિવસે ચોરી કરનાર ઇસમ ઝડપાયો, તમામ મુદામાલ રીકવર

ચોરીમાં ગયેલ ૨.૪૭ લાખના દાગીના તેમજ રીક્ષા પોલીસે કબ્જે લીધી

 

 

ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીના મકાનમાંથી ધોળે દિવસે ઘરફોડ ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે ચોરીમાં ગયેલ ૨.૪૭ લાખના સોના ચાંદીના દાગીના અને રીક્ષા સહીત રૂ ૩.૪૭ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપીઓના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરી છે

 

ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ રાઠોડે ગત તા. ૧૬ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા ચોર ઇસમોએ ધોળે દિવસે ઘરના કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના કીમત રૂ ૨.૪૭ લાખની ચોરી કરી હતી ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી ટીમ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા નગરનાકા નજીકથી સીએનજી રીક્ષા જીજે ૧૦ ટી ૮૧૬૫ લઈને ચોરીનો મુદામાલ મોરબી વેચવા જતા ઈસમને ઝડપી લીધો હતો અને સઘન પૂછપરછ કરતા આરોપી ગોપાલ અને તેની પત્ની તેમજ સંબંધીએ બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી

 

જેથી ટંકારા પોલીસે આરોપી ગોપાલ રાયમલ વાઘેલા (ઉ.વ.૨૬) રહે ચામુંડાવાસ તા. ધ્રોલ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ સોના-ચાંદીના દાગીના કીમત રૂ ૨,૪૭,૬૦૦ નો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે તેમજ ચોરીના ગુનામાં વપરાયેલ રીક્ષા કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૩.૪૭ લાખનો મુદામાલ કબ્જે લીધો છે અન્ય આરોપીઓ ભાવનાબેન ગોપાલભાઈ વાઘેલા અને સંજય ઉર્ફે મેહુલ રાયધન વાઘેલા રહે બંને ધ્રોલ વાળાના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે બે ખુલેલા નામ પૈકી આરોપી સંજય રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જે આરોપી વિરુદ્ધ ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ સહિતના જીલ્લાઓમાં સાત ફરિયાદ નોંધાઈ છે

 

Leave A Reply

Your email address will not be published.