

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો “પંદરમી ઑગસ્ટ” એટલે “આપણાં ભારત દેશ નો સ્વતંત્રતા દિવસ” તે આપણી આઝાદી ની વર્ષગાંઠ નિમિત્તે દરેક ને એડવાન્સ માં “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” તરફ થી આપ સૌ ને “સ્વતંત્રતા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવીએ છીએ.
આપણી આઝાદીની વર્ષગાંઠ નિમિત્તે સ્લોગન સ્પર્ધા નું આયોજન કરેલ છે . ડ્રોઈંગ સીટ માં મનપસંદ ચિત્ર દોરી તેમાં કેટેગરી મુજબ આપેલ સ્લોગન લખી કલર પુરો ફોટો પાડી મોકલી આપો.
○ કેટેગરી-મુજબ આપેલ સ્લોગન
- કેટેગરી-1 ધો:-1, 2, 3, 4 માટે સ્લોગન
☆ વંદે માતરમ્ ☆
- કેટેગરી:-2 ધો:- 5, 6, 7, 8 માટે સ્લોગન
☆ભારત માતા કી જય☆
- કેટેગરી:-3 ધો :- 9, 10, 11, 12 માટે સ્લોગન
☆ જય હિંદ , જય ભારત☆
- કેટેગરી:-4 કૉલેજ સ્ટૂડન્ટ, શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલીશ્રીઓ માટે સ્લોગન
☆ઈસ્ટ ઓર વેસ્ટ, ઈન્ડીયા ઈઝ બેસ્ટ☆
આ ચિત્ર સ્લોગન સ્પર્ધા માં સ્પર્ધકો એ ડ્રોઈંગ સીટ માં મનપસંદ ચિત્ર દોરી તેમાં કેટેગરી મુજબ સ્લોગન લખી કલર પુરો, તેનો ફોટો પાડી નીચે આપેલ કોઈપણ એક વૉટસેપ્ નંબર 98249 12230 / 97279 86386 પર તા 15 ઓગસ્ટ સાંજે 6:00 સુધી માં મોકલી આપો.
આ સ્પર્ધા માં ભાગ લેતાં બધાં જ સ્પર્ધકો એ પોતે દોરેલાં ચિત્ર ને “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી રુમ નં. ૨૦૨ ખાતે રજુ કરવાનાં રહેશે. બધાં જ સ્પર્ધકો ને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ થયેલ ચિત્રો ને પ્રમાણપત્રો સાથે સિલ્ડ આપવામાં આવશે.