

વિસીપરા વિસ્તારમાં સમું શું કામ જોવે છે કહીને માથાકૂટ કરી ત્રણ ઇસમોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરા ઉજાલા ડેરી પાસે રહેતા નિજામ જુસબ માણેક (ઉ.વ.૨૨) નામના યુવાને આરોપીઓ જયેશ અગેચણીયા રહે અમરેલી રોડ વિસીપરા મોરબી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે યુવાન બિલાલી મસ્જીદ પાસે ઉભો હતો ત્યારે ત્રણેય ઇસમોએ આવી આરોપી જયેશે સામું શું કામ જોવે છે કહીને ગાળો આપી ઈંટ વડે માથાના ભાગે ત્રણ ઘા મારી સામાન્ય ઈજા કરી હતી
તેમજ બંને અજાણ્યા ઇસમોએ પકડી ઢીકા પાટું માર મારી તેમજ ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે