


વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હતો જેને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઘનશ્યામ રાજુભાઈ હળવદીયા રહે આવાસ ક્વાર્ટર લીલાપર રોડ મોરબી વાળો ઇસમ વાંકાનેર સીટી પોલીસ ટીમ જીનપરા જકાતનાકા પાસે ડે કોમ્બિંગમાં હોય ત્યારે ઝડપી લેવામાં સફળતા મળી હતી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઉપરાંત જુનાગઢ તાલુકા પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે વાંકાનેર સીટી પોલીસે આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે