


મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં પાંચ વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવોની નોંધ કરી પોલીસ ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં મૂળ જોડિયા તાલુકાના મોરાણાના વતની હાલ મોરબી કબીર આશ્રમ સામે રહેતા જયાબેન જશમતભાઈ પીઠમલ નામની મહિલા ઘણા સમયથી માનસિક બીમાર હોય અને માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ મોરબીના રંગપર ગામની સીમમાં રેયબન સિરામિકમાં કામ કરતા સુરજકુમાર ગોરખપ્રસાદ (ઉ.વ.૨૬) નામનો યુવાન પાવડીયારી કેનાલમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા મોત થયું છે
ત્રીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના નીચી માંડલ ગામે સેગા સિરામિકમાં રહીને કામ કરતા વીરસિંગ ગૌરખ બાદલ નામના યુવાન લેબર કોલોનીના પ્રથમ માળેથી સામાનનું બાચકુ નીચે ફેક્તી વખતે બાચકા સાથે નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે ચોથા બનાવમાં મૂળ એમપીના વતની હાલ વાંકાનેરના જેતપરડા ગામ નજીક મલ્ટી સ્ટોન ગ્રેનાઈટ કારખાનામાં કામ કરતા રવિકુમાર રમેશચંદ્ર ગેહલોત નામના યુવાન કારખાનામાં હોપર પર કામ કરતા હતા અને લોખંડ પાવડી નીચે મુકવા જતા ઇલેક્ટ્રિક વાયરને અડી જતા વીજશોક લાગતા યુવાનનું મોત થયું હતું
પાંચમાં બનાવમાં મૂળ ઝારખંડના વતની જગદીશ અર્જુન તામસોય (ઉ..૧૫) નામનો સગીર ગત તા. ૧૨ ના રોજ મામા સાથે વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર ગેસ સિરામિકમાં આંટો મારવા આવ્યો હતો અને ત્રણ ચાર દિવસથી તાવ આવતો હતો જે બેભાન થઇ જતા એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો