

ટંકારાના નેકનામ ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતી ૨૪ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મૃતકના પતિને આડા સંબંધ હોય અને પત્ની સાથે ઝઘડો કરી દુખ ત્રાસ આપતો હોવાથી પત્નીએ આપઘાત કરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
દાહોદના વતની મલીબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ માજુભાઈ ચીમનભાઈ સંગોડ અને રાજુભાઈ ચીમનભાઈ સંગોડ રહે બંને મૂળ દાહોદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી સુનીતાના પતિ આરોપી માજુભાઈ સંગોડ મૂળ દાહોદ વાળા હાલ ટંકારાના નેકનામ ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા હોય જેને અન્ય છોકરી સાથે આડા સંબંધ હોવાથી સુનીતાબેને આડા સંબંધ નહિ રાખવાનું કહેતા અવારનવાર ઝઘડો કરી માનસિક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરી તેમજ આરોપી રાજુભાઈએ મદદગારી કરી હતી
જેથી સુનીતાબેને દુખ ત્રાસ સહન નહિ થતા ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો ટંકારા પોલીસે પતિ સહિતના બે આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે