

જુના બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૬૮૯૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ બાતમીને આધારે રેડ કરી હતી આરોપી પ્રવીણ જાદવજી કગથરા રહે શનાળા તલાવીયા તા. મોરબી વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને આરોપી પાસેથી જુગાર સાહિત્ય તેમજ રોકડ રૂ ૨૮૯૦ અને મોબાઈલ કીમત રૂ ૪૦૦૦ સહીત કુલ રૂ ૬૮૯૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે