મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબીનો ચાર વર્ષથી અવિરત સેવાયજ્ઞ: નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટ અર્પણ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા છેલ્લા ચાર વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ અંતર્ગત સમાજની જરૂરિયાતમંદ માતાઓને દર મહિને પાયાની જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયરૂપ થવાના હેતુથી રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત એવી માતાઓને મદદ કરવામાં આવે છે, જેઓ એકલાં રહે છે, વૃદ્ધ છે, શારીરિક અસમર્થતા કે અન્ય સંજોગોને કારણે કામ કરીને કમાઈ શકતાં નથી અથવા જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને જેમના માટે ઘરનું રાશન મેળવવું પણ મુશ્કેલ બને છે. આ વર્ષે પણ નવરાત્રિના પાવન અવસરે સોસાયટી દ્વારા કુલ 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

સંસ્થા દ્વારા દર મહિને નિયમિત રીતે 25 રાશન કિટનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત, જેમ જેમ જરૂરિયાતમંદ લોકોની માહિતી મળે છે અને સહાયની જરૂરિયાત સામે આવે છે, તેમ તેમ તેમને પણ મદદરૂપ થવાના પ્રયત્નો કરવામાં આવે છે.

કોઈના ધ્યાનમાં કોઈ એવી વૃદ્ધ, એકલવાયી અથવા આર્થિક રીતે નબળી માતા હોય, જે કામ કરીને કમાઈ શકતી ન હોય અને જેને રાશન કિટની ખરેખર જરૂર હોય, તો મુસ્કાન વેલ્ફેર સોસાયટીનો 9016976954 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

 

Leave A Reply

Your email address will not be published.