


હળવદ માળીયા હાઈવે પર આવેલા પરમેશ્વર પાર્ટી પ્લોટ ખાતે નવ દિવસ સુધી ગોપાલ સાધુ પુજા પટેલ સહિતના કલાકારો ગરબાની રમઝટ; માતાજીની આરાધના સાથે રખડતા નંદીઓ માટે અનખો સેવાયજ્ઞ શરદિય નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે. માની ભક્તિ-આરાધનામાં લોકો જોડાઈ ચૂકયા છે ત્યારે શાશ્વત સનાતન નવરાત્રી મહોત્સવ’ માં ખેલૈયાઓ મનમુકીને ગરબે ઝુમ્યા
ધામધૂમપૂર્વક-ભક્તિભાવપૂર્વક ધમાકેદાર શરૂઆત આના ત્રીજા નોરતે માની આરાધના કરવા શહેરીજનો ડેકોરેશન સુંદર વ્યવસ્થા અને લીલીછમ લોનમાં ઉમટી પડ્યા હતા અને મન મુકીને ખેલૈયાઓ ઓરકેસ્ટ્રા તાલે ઝુમ્યા હતા, રાસે રમ્યા હતા. સુર-તાલ નાદના સથવારે ખેલૈયાનું પરફોર્મન્સ-ઝોમ-જુસ્સો પણ કાબીલેદાદ હતો.
શહેરીજનો કોઈપણ જાતના ટેન્શન વગર મન મુકીને ગરબે રમ્યા હતા ત્રણત્રાલી, ફોર સ્ટેપ,મોડા મંડળી ગરબા રમ્યા હતા. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ અવનવી વેશભૂષા ધારણ કરી સંગીતના તાલે માતાજીની ભક્તિમાં લીન બને છે. ત્યારે શાશ્વત સનાતન નવરાત્રી મહોત્સવ’ ભક્તિની સાથે જીવદયાના અનોખા સંદેશને પણ ઉજાગર કર્યો હતો.નંદીઓ માટે નંદીઘર માટે અનોખો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.શહેરમાં રખડતા અને રઝળતા નંદીઓને આશ્રય મળી રહે તેમજ તેમની યોગ્ય સંભાળ રાખી શકાય તેવા ઉમદા હેતુથી નંદીઘર બનાવવાના પ્રયાસના ભાગરૂપે આ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શાશ્વત સનાતન નવરાત્રી ગ્રુપની પ્રશંશનીય કામગીરીને સર્વત્ર બિરદાવામાં આવી રહી છે .
ધાર્મિક ઉત્સવની સાથે જીવદયા અને સેવાની ભાવનાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ કલાકારો ખાસ ઉપસ્થિત રહી પોતાની કલાના સૂર અને સંગીતથી માતાજીની આરાધનાને વધુ ભક્તિમય બનાવશે. ગરબા, સંગીત અને ભક્તિના ત્રિવેણી સંગમ આ આયોજનમાં ખેલૈયાઓને ઉત્સવનો અનેરો આનંદ માણવા મળશે.ધર્મની આરાધના સાથે જીવદયાનો સંદેશ માતાજીની આરાધનાની સાથે અબોલ પશુઓની સેવા અને સંભાળ માટે નંદીઘર બનાવવાનો સંકલ્પ આ મહોત્સવને વિશેષ બનાવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાશ્વત સનાતન નવરાત્રી ગ્રુપના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
હળવદમાં આ નવરાત્રી મહોત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને જીવદયાના અનોખા સમન્વય તરીકે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મયુર રાવલ હળવદ



