મોરબીના લખધીરવાસ ચોકમાં તા.15 ઓક્ટોબરથી ધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવ

 

મોરબી લખધીરવાસ ચોકમાં, નવરાત્રીના પાચમાં દિવસથી તા.15 ઓક્ટોબર થી તા.21 ઓકટોમ્બર વિજયા દશમી સુધી ધી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને બધા સભ્ય દ્વારા અથાક મેહનત અને નિષ્ઠા થી છેલ્લા નવ વરસની જેમ આ વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવશે.

ડોક્ટર જયંતીભાઈ ભાડેશિયા સાહેબ (પશ્ચિમ ક્ષેત્ર સંઘ પ્રમુખ ) ના શુભ હસ્તે તા.15 ગુરુવાર રાત્રે 8.30 થી 9.30 વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.તેમજ અનેક ધાર્મિક સંસ્થાના આગેવાનો અને મહાનુભાવો પણ તેમના અનુકુળ સમય મુજબ દુર્ગા પુજા પંડાલના દર્શન માટે પધારશે. જે મોહિતભાઈ રાવલ ની યાદીમાં જણાવવામાં આવે છે

આદિથી અનંત સુધી વિસ્તરેલા દેવી મા દુર્ગા ની ભક્તિનો મહિમા અલગ છે. માની ભક્તિનો મહિમા અનંત અમિટ અપરંપાર છે. દુર્ગા પૂજા એટલે ભક્તિ થી  શક્તિ અને શક્તિ  થી મુક્તિ સુધીનો આખો સફર.

મા દુર્ગા હમેશા સૌનું કલ્યાણ કરનારા અને સૌને સંકટ માંથી બચાવનારા છે. બસ જરૂર છે માત્ર તેમને એક સાચા મનથી યાદ કરવાની અને માં હંમેશા તેમના તમામ ભક્તોની મદદ માટે સાક્ષાત સ્વયં હાજર છે.

 

દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વ્રારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશ માં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે

મહા આરતી નો સમય દરરોજ રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી નો રહેશે. વિર્સજન યાત્રા વિજયદસમી તા.21/10/2026 સાંજે ૫-૦૦ વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે.

ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી,બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ આપવામાં આવે છે.

દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી,વિગત,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો Mo.7990215099 નો સંપર્ક કરી શકો છો.

 

Leave A Reply

Your email address will not be published.