હળવદની ભાણેજ 8 વર્ષીય ધાર્મી દવેએ ખેલ મહાકુંભ-૩.૦ માં રાજ્યકક્ષાએ સ્ટેન્ડિંગબ્રોન્ડ જમ્પમાં સુવર્ણચંદ્રક મેળવ્યો

વિવિધ જિલ્લાના 60 સ્પર્કોમાંથી વિજેતા બની રાજકોટ તથા સમગ્ર બ્રહ્મ સમાજ ને આગવું ગૌરવ અપાવ્યું

હળવદની ભાણેજ અને રાજકોટ શહેર ની આઠ વર્ષીય ધાર્મી મયુરભાઈ દવે એ ખેલ મહાકુંભ- 3.0 માં રાજ્યકક્ષાએ સ્ટેન્ડિંગબ્રોન્ડ જમ્પ સ્પર્ધામાં પ્રથમ નંબર સાથે સુવર્ણચંદ્રક મેળવી રાજકોટ શહેર તેમજ સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

ખેલ મહાકુંભ-૩ અન્વયે નડિયાદમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગબ્રોન્ડ જમ્પ સ્પર્ધામાં રાજકોટની ધાર્મિ મયુરભાઈ દવેએ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવતા ધાર્મિએ 2.05 મીટર લાંબો કૂદકો લગાવી પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણચંદ્રક પોતાને નામ કર્યો હતો.

સમગ્ર રાજ્યમાંથી 60 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાંથી ધાર્મિએ વિજેતા બની રાજકોટ તથા સમગ્ર બ્રહ્મ સમાજને આગવું ગૌરવ અપાવ્યું છે. ધાર્મી ને આ સફળતા મેળવવા માટે તેમના પરિવાર જનો પિતા મયુરભાઈ , માતા કૃપાલીબેન , દાદા સુભાષભાઈ અને દાદી દક્ષાબેન એ ખૂબ સહયોગ અને હૂંફ આપી હતી અને મોસાળ પક્ષે હળવદ ના સ્વ પ્રમોદભાઈ દવે પરિવાર સહિત સમગ્ર દવે પરિવારે ધાર્મી હજુ આગળ વધી પ્રગતિના નવા સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.