મોરબી સીવીલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફ ની જાહેર રજાઓ રદ થતા વિરોધ

મોરબી સીવીલ હોસ્પિટલ માં કાર્યરત આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફ ની જાહેર રજાઓ રદ કરવામાં આવતા વિરોધ નો સુર શરૂ થયો છે . નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ નર્સિંગ સ્ટાફ માં ફરજ બજાવતા સ્ટાફે જણાવ્યું છે કે અત્યારે 100 જેટલો નર્સિંગ સ્ટાફ છે અગાઉ અમને જાહેર રજાઓ મળતી હતી , પરમ દિવસે વ્હોટ્સ એપ મારફત જાહેરાત કરવામાં આવી કે હવે નર્સિંગ સ્ટાફ માટે જાહેર રજાઓ રદ રહેશે. માત્ર વિકલી ઓફ જ મળવા પાત્ર રહેશે એટલે નર્સિંગ સ્ટાફ દ્વારા અધિક્ષક સાહેબ સાથે 1 કલાક જેવા ટાઈમ આપી ને મૌખિક રજૂવત કરી ચર્ચા કરી પણ કોઈ યોગ્ય નિર્ણય તેમના દ્વારા લેવાયો નથી . હવે જો આ મામલે કોઇ નિર્ણય લેવામાં નઈ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.