હળવદ જીઆઈડીસીમાં યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ, ચાર ઈસમો વિરુદ્ધ ગુનો

 

હળવદ જીઆઈડીસી પાસે સામું જોવા જેવી નજીવી બાબતે માથાકૂટ થયા બાદ ચાર ઇસમોએ ગાડી યુવકના બાઈક પર ચડાવવાનો પ્રયાસ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

હળવદ જીઆઈડીસીમાં રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયાએ આરોપીઓ રફીક કાદર જામ, હારૂન કાસમ, નિઝામ અને સમીર રફીક જામ રહે બધા હળવદ જીઆઈડીસી પાછળ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પાયલબેન ઘરે જતા હતા ત્યારે આરોપીઓ પોતાની કાર જીજે ૩૬ એજે ૦૮૨૦ લઈને આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીના પતિ અર્જુનભાઈના બાઈક પર ગાડી ચડાવી નુકશાન કરી પતિ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો હળવદ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.