

હળવદમાં વૃદ્ધના ઘરે જઈને એક ઇસમેં તારા દીકરાના દીકરાએ ભાણીનું બાવડું પકડેલ છે કહીને ઝઘડો કરી ગાળો આપી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા નાનજીભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ.૭૧) નામના વૃદ્ધે આરોપી જયેશ કાલુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ સાંજે દીકરા શૈલેષનો દીકરો આરોપી જયેશની દુકાને નાસ્તો લેવા ગયો હતો અને આરોપીની ભાણી દુકાને હોય નાસ્તો લઈને દીકરો ઘરે આવ્યા બાદ રાત્રીના સાડા અગિયાર વાગ્યે આરોપી જયેશ પરમાર હાથમાં ધોકો લઈને ઘરે આવી ધોકો મારી કહેવા લાગ્યો તારા દીકરા શૈલેષના દીકરાને કહી દેજો ભાણીનું બાવડું પકડેલ છે કહીને બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો દેવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


