બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો

 

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્ય માં ૭ માર્ચથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો

 

સરકાર દ્રારા સ્થળ ઉપર અરજદારની રજૂઆત સ્થળ ઉપર નિકાલ થાય તેમજ સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે એવા ઉમદા હેતુસર આ કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમમા મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા સરપંચ હરેશભાઈ મેરજા, પુર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોર્ચાના પુર્વ  પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા તથા રાજુભાઇ દલસાણીયા તથા વિશાલભાઇ સાદરીયા તથા તલાટી મંત્રી  તથા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

 

Leave A Reply

Your email address will not be published.