

શોભેશ્વર રોડ પરની શાંતિવન સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૧૮૩ બોટલનો મુદામાલ કબજે લઈને આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શોભેશ્વર રોડ પર શાંતિવન સોસાયટીમાં આરોપી સંજય હેમતભાઈ ખમાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૮૩ કીમત રૂ ૧૪,૬૪૦ નો જથ્થો કબજે લઈને આરોપી સંજય ખમાણીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે