

હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે શેરીમાં સ્પીડમાં ટ્રેક્ટર ચલાવી નીકળતા સમજાવવા જતા મહિલાઓ સહીત નવ ઇસમોએ યુવાનને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદના જુના ઈશનપુર ગામે રહેતા હેમંતભાઈ બાલાભાઈ મકવાણા (ઉ.વ.૩૪) વાળાએ આરોપીઓ ભરત પાલાભાઇ મકવાણા, હમીર પાલાભાઇ મકવાણા, દશરથ પાલાભાઇ મકવાણા, શારદાબેન ભરતભાઈ મકવાણા, નીલેશ દશરથભાઈ મકવાણા, હીરૂબેન પાલાભાઇ મકવાણા, હંસાબેન પાલાભાઇ મકવાણા, હીનાબેન અને કિંજલબેન એમ નવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત મકવાણા શેરીમાં સ્પીડમાં ટ્રેક્ટર ચલાવી નીકળતા તેને સમજાવવા જતા તમામ આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હથિયારો ધારણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે