મોરબી-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

 

મોરબી અને ટંકારા તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પ્રથમ બનાવમાં નાની પારેખ શેરીમાં રહેતા કમલેશભાઈ છોટાલાલભાઈ સોમૈયા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધ ગત તા. ૦૫ ના રોજ મોરબીના રામઘાટ પાસે મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના વિસીપરા વિજયનગર સોસાયટીમાં રહેતા કેતનભાઈ દેવજીભાઈ ચાવડા (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડીમાં રહેતા રાધાબેન મનસુખભાઈ બિલવાલ (ઉ.વ.૩૨) નામની પરિણીતા નવ માસથી ગર્ભવતી હોય અને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખસેડાઈ હતી જ્યાં સારવારમાં પરિણીતાનું મોત થયું હતું

Leave A Reply

Your email address will not be published.