મોરબીના શક્તિ ચેમ્બર નજીક બાઈકની ઠોકરે ૬૦ વર્ષીય વૃધ્ધાનું મોત

 

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર પુરપાટ જતા બાઈક ચાલકે ૬૦ વર્ષીય રાહદારી વૃદ્ધાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ બાઈક ચાલક નાસી ગયો હતો

 

મોરબીના ત્રાજપર રામજી મંદિર વાળી શેરીમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (ઉ.વ.૪૭) વાળાએ બાઈક જીજે ૩૬ બીસી ૩૦૬૭  ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ ના રોજ સવારના અગિયાર વાગ્યે ફરિયાદીના કાકી મંજુલાબેન (ઉ.વ.૬૦) વાળા મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બર પાસેથી જતા હતા ત્યારે બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવી કાકી મંજુલાબેનને હડફેટે લીધા હતા મંજુલાબેનને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માતની ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.