મોરબીમાં કોપરનો ભંગાર વેચાણ અપાવવાનો વિશ્વાસ કેળવી રૂ ૧૫.૯૮ લાખની છેતરપીંડી

પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણને ઝડપી લેવામાં સફળતા

 

 

મોરબીના વેપારીને કોપર ભંગાર વેચાણ અપાવવા વિશ્વાસ કેળવી પાંચ ઇસમોએ સંપર્ક કરી બેંક ખાતામાં કુલ રૂ ૧૫.૯૮ લાખ ટ્રાન્સફર કરાવી બાદમાં કોપર ભંગાર નહિ આપી નાણાની ઠગાઈ કરી હતી સાયબર ક્રાઈમ પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણને ઝડપી લીધા છે

મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીના મહેન્દ્રનગર તુલસી પાર્ક પાસે રહેતા હરીલાલ વિરુજી ગુર્જર (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ નિતેષ લાભુભાઈ દેવીપુજક રહે ઇન્દિરાનગર મોરબી ૨, ઈરફાન રહે નાના ખીજડીયા તા. ટંકારા, કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટ નંબર ધારક, ઈમ્તિયાઝ અને મયુર એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૩૦-૦૬-૨૦૨૭ થી તા. ૦૬-૦૭-૨૦૨૬ દરમિયાન ફરિયાદી હરીલાલ અને અંકિતભાઈ ભંગારની લે વેચનો ધંધો કરતા હોય જેથી આરોપીઓએ મોટી રકમની ઠગાઈ કરવા એકબીજા સાથે મેળાપીપણું કરી આયોજનબદ્ધ કાવતરું રચી આરોપી નીતેશ અને ઈરફાન અન્ય આરોપીઓના એજન્ટ બની ફરિયાદી હરીલાલ અને અંકિતભાઈને કોપરનો ભંગાર વેચાણ અપાવવા અંગે વિશ્વાસ કેળવ્યો હતો

કોટક મહિન્દ્રા બેંક ખાતામાં ફરિયાદીએ રૂ ૯,૪૮,૭૨૦ તેમજ અન્ય વેપારી અંકિતભાઈએ રૂ ૬,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા કુલ રૂ ૧૫,૯૮,૭૨૦ ની રકમ લીધા બાદ આરોપીઓએ કોપર ભંગાર નહિ આપી ઠગાઈ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ નિતેષ દેવીપુજક રહે ઇન્દિરાનગર મોરબી ૨, ઈરફાન કાસમ રહે નાના ખીજડીયા તા. ટંકારા અને કમલેશ જગજીવન સિંદલ રહે મહેન્દ્રનગર મોરબી ૨ એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.