હળવદ : સગાઇ છૂટી કરવાની વાત થતા ૨૧ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

 

હળવદ તાલુકાના ચિત્રોડી ગામે ૨૧ વર્ષીય યુવતીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું યુવતીની સગાઇ નક્કી થઇ હતી અને સગાઇ છૂટી કરવાની વાત થતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે

 

મોરબી હરિઓમ સોસાયટીમાં રહેતા મૂળ ચિત્રોડીના વતની કિંજલબેન ધીરૂભાઈ રાઠોડ (ઉ.વ.૨૧) નામની યુવતીએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કિંજલબેનની સગાઇ કોયબા ગમે દીલુભાઈ ચૌહાણના દીકરા દીકરી સાથે સામસામી કરી હતી અને સગાઇ છૂટી કરવાની વાત થઇ હતી કિંજલને સગાઇ કરી હોય તે યુવક ગમતો હતો અને છુટું કરવું ના હતું જેથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.