


શહેરના ગાયત્રી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાયત્રી મંદિર પાસે મફતિયાપરા વિસ્તારમાં રેડ કરી હતી મકાન પાસે જાહેરમાં જુગાર રમતા સુરેશભાઈ વશરામભાઈ ગરચારણીયા, મહેશભાઈ ધીરૂભાઈ સંધાર, આકાશ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી, સાગર કેશાભાઇ વિકાણી અને લાલો ગોરધનભાઈ જોગીયાણી એમ પાંચને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે