હળવદની બજારમાં પાર્કિંગમાં રાખેલ ૫૦ હજારની કિમતનું બાઈક ચોરી

 

હળવદ શહેરની બજારમાં રાખેલ ૫૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે રહેતા પ્રવીણભાઈ રતુભાઈ ઝીન્ઝુંવાડિયા (ઉ.વ.૪૨) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ સાંજના પાંચેક વાગ્યે ફરિયાદીનું બાઈક જીજે ૩૬ બીએ ૪૯૦૬ કીમત રૂ ૫૦,૦૦૦ વાળું હળવદ બજારમાં ભવાની મેડીકલ સામે ફોનવાલે મોબાઈલ દુકાન પાસે પાર્કિંગમાં રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.