



ડો. હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ તથા મોરબી શાખા દ્વારા બજરંગ સીવણ કેન્દ્રમાં પ્રશિક્ષણ પૂર્ણ કરેલ બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મોરબી નગરના આંબેડકર ઉપનગરની વિજય નગર વસ્તીમાં ચાલતા બજરંગ સીવણ કેન્દ્રમાંથી પ્રશિક્ષણ પૂર્ણ કરેલ ૯ બહેનોને ડો.હેડગેવાર સ્મારક સમિતિ – રાજકોટ તથા મોરબી શાખા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં જિલ્લા સેવા પ્રમુખ ડો.જયદીપ કંઝારિયા દ્વારા બહેનોને સીવણ કાર્ય થકી સ્વાવલંબી બનવા અંગેની માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમમાં આંબેડકર ઉપનગરના કાર્યવાહ પારસભાઈ વોરા અને જિલ્લા સેવા ટોળીના સદસ્ય હરિભાઈ સરડવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વીર સાવરકર કેન્દ્રના સવિતાબેન ચાવડા તથા રામાનુજન પાઠદાન કેન્દ્રના પ્રીતિબેન ચાવડા તથા બજરંગ સીવણ કેન્દ્રના દિવ્યાબેન ચૌહાણે કર્યું હતું.


