મોરબી-ટંકારા અને હળવદના ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી બેનરો, આજે પણ પ્રતિક ઉપવાસ

 

વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહિ આવે તો આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવારોએ મત માંગવા ગામમાં આવવું નહિ તેવી પહેલ જેતપર ગામે શરુ કર્યા બાદ અગાઉ ૫૦ થી વધુ ગામોમાં બેનરો લાગી ચૂકયા છે તો હજુ પણ બેનરો લગાવવાનો સિલસિલો યથાવત છે મોરબી અને ટંકારા તાલુકાના અનેક ગામોમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો જોવા મળી રહ્યા છે

 

મોરબી અને ટંકારા-હળવદ તાલુકાના ભાજપ નેતાઓને પ્રવેશબંધીના બેનરો ગામોગામ લગાવવામાં આવી રહ્યા છે જેમાં નેકનામ, વાઘગઢ, ઘુનડા (ખા), વાંકડા, લજાઈ, જુના દેવળિયા ચકમપર, ભૂતકોટડા, નાના ખીજડીયા, સહિતના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે

 

સત્યાગ્રહ છાવણીમાં ૩૫૦ ભાઈઓ-બહેનો હાજર, ૨૦ ખેડૂતો પ્રતિક ઉપવાસ પર

ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં જેતપર ખાતે આજે મોટા ભેલા, લાલપર, નવા ઘાટીલા ગામના ૩૫૦ થી વધુ ભાઈઓ-બહેનો અને માતાઓએ હાજરી આપી હતી તે ઉપરાંત ૧૧ ખેડૂત ભાઈઓ અને ૦૯ બહેનો પ્રતિક ઉપવાસ પર બેઠા હતા

 

Leave A Reply

Your email address will not be published.