વાંકાનેરમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિશુલ્ક છાસ કેન્દ્રની સેવા

 

જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર -વાંકાનેર અને જૈન જાગૃતિ લેડીસ વિંગ – વાંકાનેર આજ રોજ નિઃશુલ્ક છાસ કેન્દ્ર મહાવીર સેલ્સ એજન્સી, જૂની પોલીસ ચોકી પાસે શરૂ કરવામાં આવ્યું.

 

આ પ્રસંગે અતિથિ વિશેષ સંઘ પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, અનુકાકા, અરવિંદભાઈ પટેલ, શૈલેષભાઇ દોશી, રાજકોટ જૈન સંઘના પ્રમુખ મુકેશભાઈ સંઘવી, ગર્લ્સ સ્કૂલના રિટાયર્ડ પ્રિન્સિપાલ જગદીશભાઈ, પત્રકાર મહમદભાઈ રાઠોડ, નેશનલ એવોર્ડી ભાટ્ટી એન,જૈન અગ્રણી દમયંતીબેન મહેતા, મેઘાબેન, અમિતાબેન રોશનીબેન, કાશમીરાબેન, પૂનમબેન પટેલ, પુષ્પાબેન વૈદ,જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ પૂનમચંદ પટેલ, ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, જૈન જાગૃતિ લેડીસ વિંગના પ્રમુખ ગીતાબેન ચેતનભાઈ બેલાણી, સેક્રેટરી સ્વીટીબેન પટેલ તથા બધા કારોબારી સભ્યો સર્વે તથા છાસનું દર વર્ષે સંચાલન કરનાર કિરીટભાઈ પટેલ ફોટોગ્રાફર જીતુભાઇ આ કાળઝાળ ઘમઘખતા તડકામાં કોલોને ઠંડી છાસ 100 લીટર પીવડાવી 30 દિવસ સુધીનું નિઃશુલ્ક છાસ કેન્દ્ર શરૂ કરેલ છે.

 

Leave A Reply

Your email address will not be published.