વીસીપરા વિસ્તારમાંથી મકાન પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી

 

મોરબીના વીસીપરા રોહિદાસપરા વિસ્તારમાં રહેતા એક યુવાનનું મોટરસાયકલ ઘર પાસેથી ચોરાયું હોવાની ફરિયાદ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમકાર તેજ કર્યો છે.

 

બનાવની વિગતો અનુસાર, મોરબી-૨ ના વીસીપરામાં ગુજરાત સોસાયટી સામે રહેતા રાહુલભાઈ કાંતિભાઈ અંબાલીયા (ઉ.વ. ૨૬) એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૧૬ એપ્રિલના રોજ રાત્રિના તેમણે પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. GJ-03-EJ-3559 ઘર પાસે પાર્ક કર્યું હતું. આ દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના આ બાઈકની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.