હળવદના દિઘડીયા પાસે કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો: આરોપીની ધરપકડ

 

હળવદ તાલુકાના દિઘડીયા ગામ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને અટકાવી હતી. આ કારની તલાશી લેતા તેમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. ૫.૫૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, હળવદ પોલીસની ટીમે દિઘડીયા ગામ પાસે રોડ પર નાકાબંધી કરી હતી, તે દરમિયાન પસાર થતી સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ્સ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૮૮ બોટલો કિંમત રૂ. ૨,૫૬,૮૦૦ મળી આવી હતી. આ મામલે પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના કળમાદ ગામના રહેવાસી જયરાજ દિલુભાઈ બોરીયાની ધરપકડ કરી છે. પોલીસે રૂ. ૩,૦૦,૦૦૦ ની કિંમતની કાર અને દારૂ મળીને કુલ રૂ. ૫,૫૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.