મોરબીની હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમત પાંચ ઝડપાયા

 

મોરબી હળવદ રોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી પીએસઆઈ એન બી ડાભી, પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર અને ભરતસિંહ ડાભીને બાતમી મળી હતી કે મોરબી હળવદ રોડ પર હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા સંજયભાઈ વલ્લભભાઈ પટેલ, મનસુખભાઈ મગનભાઈ પટેલ, રાજદીપસિંહ ઉર્ફે રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઈ છગનભાઈ પટેલ, ચિરાગભાઈ  ભાઈલાલભાઈ જોષી ને રોકડ રકમ રૂ,૪૬,૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.