ટંકારાના જયનગર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

 

ટંકારાના જયનગર ગામે જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે એક નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ ટંકારાના જયનગર ગામે દેવીપૂજક વાસમાં ઠાકરશીભાઈ પટેલની દુકાન પાછળ જુગાર રમતા દશરથભાઈ રમેશભાઈ સોલંકી, કરમશીભાઈ તેજાભાઈ છીપરિયા, ભારાભાઇ ઉર્ફે માંડાભાઈ વિરાભાઈ લામકાને ઝડપી પાડીને રોકડ રકમ રૂ.૧૬૮૦૦ જપ્ત કર્યા હતા જ્યારે ભાવેશભાઈ કાળુભાઈ સોલંકી નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે

 

 

 

Leave A Reply

Your email address will not be published.