આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર 

 

આમરણ ગામે વાણીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૭૧,૫૦૦ જપ્ત કરી છે એક આરોપી નાસી જતા વધુ તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આમરણ ગામે બાતમીને આધારે રેડ કરી હતી વાણીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા રજાક કરીમ ચૌહાણ, આબેડીન ઇકબાલ બુખારી, કરણ પ્રભુભાઈ વરાણીયા, સતારમિયા અહેમદમિયા બુખારી અને શોયેબ ઈસ્માઈલ સોલંકી રહે બધા આમરણ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૭૧,૫૦૦ જપ્ત કરી છે આરોપી અસરફમિયા ગીગામીયા બુખારી રહે આમરણ વાળો નાસી જતા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.