


મોરબીના વેપારીને કોપર ભંગાર વેચાણ અપાવવા વિશ્વાસ કેળવી પાંચ ઇસમોએ સંપર્ક કરી બેંક ખાતામાં કુલ રૂ ૧૫.૯૮ લાખ ટ્રાન્સફર કરાવી બાદમાં કોપર ભંગાર નહિ આપી બે વેપારીઓ સાથે નાણાની ઠગાઈ કરી હતી સાયબર ક્રાઈમ પોલીસે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી ચાર ઇસમોને ઝડપી લઈને રૂ ૧૦.૫૦ લાખની રકમ જપ્ત કરી છે
મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબીના મહેન્દ્રનગર તુલસી પાર્ક પાસે રહેતા હરીલાલ વિરુજી ગુર્જર (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ નિતેષ લાભુભાઈ દેવીપુજક રહે ઇન્દિરાનગર મોરબી ૨, ઈરફાન રહે નાના ખીજડીયા તા. ટંકારા, કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટ નંબર ધારક, ઈમ્તિયાઝ અને મયુર એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૩૦-૦૬-૨૦૨૭ થી તા. ૦૬-૦૭-૨૦૨૬ દરમિયાન ફરિયાદી હરીલાલ અને અંકિતભાઈ વિકાણી ભંગારની લે વેચનો ધંધો કરતા હોય જેથી આરોપીઓએ મોટી રકમની ઠગાઈ કરવા એકબીજા સાથે મેળાપીપણું કરી આયોજનબદ્ધ કાવતરું રચી આરોપી નીતેશ અને ઈરફાન અન્ય આરોપીઓના એજન્ટ બની ફરિયાદી હરીલાલ અને અંકિતભાઈને કોપરનો ભંગાર વેચાણ અપાવવા અંગે વિશ્વાસ કેળવ્યો હતો અને બેંક ખાતામાં રૂ ૧૫,૯૮,૭૨૦ ની રકમ ટ્રાન્સફર કરાવી બાદમાં કોપર ભંગાર નહિ આપી અને રકમ ઓળવી જઈને ચીટીંગ કરી હતી મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી
આરોપીઓ નીતેશ કુંઢીયા, ઈરફાન ઉઠમણા, વાહીદ ઠેબા અને કમલેશ ઉર્ફે મયુર સિંધલને ઝડપી લઈને બેંક ખાતાઓની તપાસ કરી રૂ ૧૦.૫૦ લાખની રકમ જપ્ત કરવામાં આવી છે