હળવદથી દાડમ ભરી નીકળેલો ટ્રક યુપી ના પહોંચ્યો, ટ્રાન્સપોર્ટર-ડ્રાઈવર વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ

 

હળવદના બુટવડા ગામથી દાડમ ૧૨ ટન ભરી ઉત્તરપ્રદેશમાં પાર્ટીને ડીલીવરી માટે રવાના કર્યો હતો જે ટ્રક યુપીમાં કંપનીને નહિ પહોંચાડી ટ્રાન્સપોર્ટર અને ગાડીના ચાલકે ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

ભુજ કચ્છના બલકારસિંગ ગુરમુખસિંગ ભટ્ટીએ ગાડી યુપી ૭૮ જેએન ૫૯૫૫ ના ટ્રાન્સપોર્ટર પવનકુમાર વિનોદકુમાર બાજપાઈ અને ગાડી યુપી ૭૮ જેએન ૫૯૫૫ ના ચાલક મુકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ હળવદ તાલુકાના બુટવડા ગામેથી ૧૨ ટન દાડમ કીમત રૂ ૬ લાખ આરોપી પવનકુમારની ગાડીમાં ભરી સિક્રીગંજ ગોરખપુર યુપી ખાતે રઈન ફ્રુટ કંપનીમાં મોકલવા જણાવ્યા છતાં ટ્રક કંપની ખાતે નહિ પહોંચાડી ટ્રાન્સપોર્ટર અને ટ્રકના ચાલકે ચીટીંગ કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.