રંગપર ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, લેબર કોલોનીમાંથી ૭ મોબાઈલ ચોરી

 

મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેવું કશું રહ્યું નથી એક દિવસ પૂર્વે રાત્રીના ત્રણ યુવાનને છરી બતાવી લૂંટ ચલાવી હતી તો ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે અવારનવાર ચોરી થતી હોય છે જેમાં રંગપર ગામની સીમમાં આવેલ અલગ અલગ લેબર કોલોનીમાંથી અજાણ્યા ચોર ઈસમો ૭ મોબાઈલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે

 

મોરબીના જેતપર ગામે રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કાર્યરત વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રાત્રીના ૧૨ થી તા. ૨૮ ના રાત્રીના એક વાગ્યા દરમિયાન રંગપર ગામ જતા રોડ પર લુપ્તેન સિરામિક કારખાનાના અલગ અલગ લેબર ક્વાર્ટરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ફરિયાદી તેમજ અન્યના કુલ સાત મોબાઈલ કીમત રૂ ૨૯ હજાર ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.